Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘Cartoons/કાર્ટૂન્સ’

આજે આપણે મારા મોસ્ટ મોસ્ટ મોસ્ટ ફેવરીટ કાર્ટૂન ‘ડકટેલ્સ’ વિષે વાત કરીશું. ‘ડકટેલ્સ’ તે સમયે ડીડી પર આવતા બેસ્ટ કાર્ટૂન્સમાંનું એક હતું. ડિઝનીનું સૌથી ફેમસ કાર્ટૂન કેરેક્ટર ‘ડોનલ્ડ ડક’ પણ ‘ડકટેલ્સ’નો ભાગ છે.

તો પેશ-એ-ખિદમત હૈ ‘ડકટેલ્સ’કી સ્ટોરી: આ શોના મુખ્ય પાત્રો છે સ્ક્રૂજ મેક્ડક, જે ડોનલ્ડ ડકના અંકલ છે, જે ‘ડકબર્ગ’ નામના શહેરમાં રહે છે. હવે ડોનાલ્ડ તેના ભત્રીજાઓ હ્યુઈ, ડ્યુઈ અને લ્યુઈને અંકલ ચ્ક્રૂજ પાસે છોડીને નેવીમાં જોબ માટે જાય છે. હવે આ અંકલ સ્ક્રૂજ મેક્ડક વર્લ્ડનો સૌથી ધનવાન ડક છે. અને પૈસા નો લોભી પણ. અને જ્યાં પૈસા હોય ત્યાં ખટપટ અને હરીફાઈ તો હોવાની જ. સ્ક્રૂજનો બિઝનેસ હરીફ છે, ફ્લિન્ટહાર્ટ ગ્લોમગોલ્ડ. તેને સ્ક્રૂજથી પણ વધુ ધનવાન બનવું છે. સ્ક્રૂજના બીજા રાઈવલ્સ છે, બીગલ બોય્ઝ/Beagle Boys અને મેજીકા ડી સ્પેલ/Magica De Spell, જે સ્ક્રૂજને લૂંટવાના પ્રયાસો કરતા રહે છે.

બસ, આ કથા સાથે ભળે છે, સ્ક્રૂજ, ડોનાલ્ડ, તેના ભત્રીજાઓ, એક ભેજાગેપ ઈન્વેન્ટર જાયરો ગીયરલૂઝ, સ્ક્રૂજનો પાઈલટ લોન્ચપેડ અને પછી થાય છે ધમાચકડી અને નેવર બીફોર એડવેન્ચર્સનો જાદુ, જે ટીવીના પડદા પર પથરાઈને તમારી આંખો, દિલ અને દિમાગને મંત્રમુગ્ધ કરી દે છે. આમ પણ, ડિઝની કાર્ટૂન્સના મોહપાશમાંથી છૂટવું અશક્ય છે.

ડકટેલ્સનું બીજું જમા પાસું હતું, તેના હિન્દી વર્ઝનનું ટાઈટલ સોંગ, જે કિશોર કુમારના પુત્ર અમિત કુમારે ગાયેલું. તે ગીતના લીરીક્સ નીચે પ્રમાણે છે

ઝિંદગી તૂફાની હૈ…..જહાં હૈ ડકબર્ગ

ગાડીયાં, લેઝર્સ, હવાઈજહાઝ……યે હૈ ડકબર્ગ

રહસ્ય સુલ્ઝાઓ, ઈતિહાસ બનો

ડક ટેલ્સ(woo hoo)

હર દિન હર પલ બનતે હૈ નયે ડકટેલ્સ(woo hoo)

ખેલેં ખતરોં સે હર પલ યે ડકટેલ્સ

ખ…ખ…ખ…ખતરા બચના દીવાનો

જબ અજનબી લગે પીછે તુમ્હારે

ઐસે મેં બસ દેખો ઝટ પટ ડકટેલ્સ(woo hoo)

હર દિન હર પલ બનતે હૈ નયે ડકટેલ્સ(woo hoo)

ખેલે ખતરોં સે હર પલ યે ડકટેલ્સ(woo hoo)

અનહોની કો યે હોની કર દે ડકટેલ્સ(woo hoo)

ચાલો આપણે પણ આ ગીત ગણગણતા આ બ્લોગના આ એપિસોડનો અંત લાવીએ. See You in Next Episode.

Read Full Post »

ચાલો આગળના બ્લોગની વાત ચાલુ રાખીએ.

ડિઝની કાર્ટૂન્સ: થોડા વધુ નામ….. ડક ટેલ્સ, ગમી બિઅર્સ, ટારઝન, લાયન કિંગ, હર્ક્યુલીસ, જંગલ બૂક વગેરે, વગેરે……….

ઉપર જણાવેલા બધા કાર્ટૂન્સ મારા પર્સનલ ફેવરીટ્સ છે. મેં આ બધા કાર્ટૂન્સ મોસ્ટલી દૂરદર્શન પર જોયેલા છે. સેટેલાઈટ ચેનલ્સના આગમન પછી દૂરદર્શન પર આવેલા અત્યંત ઓછા સારા પ્રોગ્રામ્સમાં આ બધા નો સમાવેશ થાય છે. આ ઉપરાંત તે સમયે સોની ચેનલ ઉપર સવારે અને સાંજે ડિઝનીના કાર્ટૂન્સ બતાવવામાં આવતા. તે પ્રોગ્રામ્સના નામ હતા, ‘ગૂડ મોર્નિંગ ડિઝની’ અને ‘ડિઝની અવર’. વિશાલ મલ્હોત્રા નામનો ટીવી એક્ટર આ શોઝ હોસ્ટ કરતો હતો. આ બે શોઝ ૨૦૦૪ સુધી ચાલ્યા પણ જયારે ઇન્ડિયામાં ડિઝની ચેનલ શરુ થઇ ત્યારે તેમને સમેટી લેવામાં આવ્યા.

આમ, મારો ડિઝની કાર્ટૂન્સ જોડેનો લગાવ ટેલીવિઝનથી શરુ થયો, જે આગળ જતા કોમિક્સ અને મુવીઝમાં પણ ફેરવાયો.

ડિઝની કાર્ટૂન્સ વિષે શું કહેવું? આટલા શાનદાર અને જાનદાર કેરેક્ટર્સ આવ્યા નથી કે કદાચ આવવાના પણ નથી . ડિઝનીના એકોએક કાર્ટૂન્સ રમતિયાળ અને એન્ટરટેઇનિંગ હોય છે. આ ઉપરાંત દરેક કાર્ટૂન્સમાં, એકેય અપવાદ વગર, કંઇક ને કંઇક મેસેજ તો રહેતો જ, જે પરંપરા ડિઝનીએ આજે પણ તેની ફિલ્મો, ટીવી સીરીઅલ્સ, કોમિક્સ બધામાં જાળવી રાખી છે. આમ ડિઝની કાર્ટૂન્સ બાળકો માટે મનોરંજન અને લાઈફમાં જરૂરી એવી શીખામણોનું કમ્પ્લીટ પેકેજ છે. સ્કૂલ-કોલેજીઝની ટેક્સ્ટબુક્સમાં કે પછી દુનિયાભરના ધર્મગ્રંથોમાં પણ ના મળે તેવું જ્ઞાન અને ફિલોસોફી આ ડિઝની કાર્ટૂન્સમાંથી રમતવાતમાં મળી રહે.

તો હવે પછી ની વાત આગળના બ્લોગમાં………આવજો.

Read Full Post »

આગળના બ્લોગમાં ડિઝની કાર્ટૂન્સ વિષે વાત કરવાનું પ્રોમિસ આપ્યું હતું. તો તે પહેલા તેના વિષે થોડી પૂર્વભૂમિકા બાંધી લઈએ.

આ સફરમાં હું સ્વાભાવિક રીતે મેં નાનપણથી જોયેલા કાર્ટૂન કેરેક્ટર્સની વાત કરીશ. અફકોર્સ, કેટલીક માહિતી મેં નેટ પરથી લીધેલી છે, તે ખુલાસા ખાતર. આ મારો નમ્ર પ્રયાસ છે, મારા ફેવરીટ કાર્ટૂન્સને અંજલિ આપવાનો. ( આ અંજલિ વર્ડ સાચો તો છે ને? આમાં તો કોઈને શ્રદ્ધાંજલિ આપતા હોઈએ તેવું લાગે છે!!!!!! એક આડ વાત: મારું ગુજરાતી એટલું હાઈ-ફાઈ નથી એટલે વધારે પડતા so called ઈંગ્લીશ શબ્દોના યુઝ કે પછી ગુજરાતી શબ્દોના અશુદ્ધ પ્રયોગોને દરગુજર(!!) કરશો!!!)

તો ચલો છેવટે તમને મારા પ્રિય કાર્ટૂન્સ ના નામ જણાવી જ દઉં…..મિકી માઉસ, ડોનલ્ડ ડક, ગૂફી, સ્ક્રૂજ મેક્ડક વગેરે વગેરે. આ બધા ફક્ત ડિઝની કાર્ટૂન્સ જ છે.

અહીં હું બધા કાર્ટૂન્સ પર અલગથી બ્લોગ લખવાનું વિચારું છું. યાદ તો છે ને કે આ તો માત્ર પૂર્વભૂમિકા છે!!!

આ બધા કાર્ટૂન્સ મેં ટીવી પર નાનપણમાં જોયા હતા. તે સમયે મારા ઘરે કેબલ કનેક્શન તો હતું નહીં, તેથી મારે દૂરદર્શન પર આવતા પ્રોગ્રામ્સથી જ પેટ ભરવું…..oops….મન મનાવવું પડતું. તે સમયે જ્યાં સુધી મને યાદ છે, ફક્ત શનિવારે અથવા તો રવિવારે જ કાર્ટૂન્સ આવતા. મતલબ કે અઠવાડિયાનો ફક્ત એક જ દિવસ. આજે સેટેલાઈટ ચેનલ્સની કૃપાથી રસિયાઓને આખો દિવસ, ચોવીસ કલાક(એટલે કે 24-7!!!) કાર્ટૂન્સ,કાર્ટૂન્સ અને બસ કાર્ટૂન્સ જોવા મળે છે. અઢળક ચેનલ્સ જેવી કે કાર્ટૂન નેટવર્ક, ડિઝની, ડિઝની XD, હંગામા, નિક, પોગો, એનિમેક્સ, સ્પેસ ટૂન્સ કિડ્સ ટીવી વગેરે ફક્ત કાર્ટૂન્સ પર જ કેન્દ્રિત ચેનલ્સ છે(જો કે ડિઝની અને ડિઝની XD પર કાર્ટૂન્સ કરતા ટીનેજર્સ પર આધારિત કોમેડી શોઝનું પ્રમાણ વધી ગયું છે, પણ તેની કમી ડિઝનીની જ ચેનલ હંગામાએ પૂરી કરી દીધી છે!!! સો, ફિકર નોટ!!!)

આગળની વાત હવે પછીના બ્લોગમાં…..કારણકે મારી પાસે ટાઈમની થોડી કમી છે……..આવજો.

Read Full Post »