Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘Poems’ Category

હું
બધું જ માંગુ
મારે
બધું જ જોઈએ
પણ
બધું જ મળતું નથી
કેમ?
પૂછું છું હું
કેમ?
નથી મળતું બધું
જવાબ
કોણ મને આપશે?
જવાબ
આવે છે ઘણા
જવાબ
આપે છે ઘણા
ધાર્યું
બધું નથી થતું
ધાર્યું
ઈશ્વરનું જ થાય છે.
ઈશ્વર?
કોણ એ?

જે સર્વશક્તિમાન છે
કેમ
એ જ સર્વશક્તિમાન છે?
બસ
એમ જ છે.
હેં?
એમ જ છે?
હા
એમ જ છે.
ટપકું
મૂકી દીધું છેલ્લે
પણ
મારે શું લેવાદેવા?
મને
બધું જ જોઈએ.
હા
લડીશ હું
કેમ?
મારા માટે
જે
મને જોઈએ તેના માટે
કેમ
કે મને બધું જ જોઈએ
બધું જ…..
પ્રકાશ ખાનચંદાની

Read Full Post »