Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

नए ज़मानेका मुफलिस

ये कैसी शाम है
कैसी धुन्ध छाई है आज
सूरज भी डूब रहा है
और वैसे भी बादल आसमान में
कुछ ज्यादा ही है आज
पार्क की लाइट्स जल नहीं रही है
लगता है फिर से इलैकट्रीसिटी चली गई है
बेंच पर से मैं खड़ा होता हूँ
और चारों और देखता हूँ
बहोत कम लोग दिख रहे है
मैं भी घर जाने की सोचता हूँ
बागीचे के दरवाज़े से बाहर निकलता हूँ
रास्तों पे काफी भीड़ है
कार्स और स्कूटर्स दौड़ादौड़ कर रहे है
ऊपर देखता हूँ
पंछी भी घर को लौट रहे है
कहीं दूर से पटाखे की आवाज़ आती है
अरे हां, याद आया
कल तो दिवाली है.
ये भी याद आया की
मिठाइयां लानी है, खानी है
पॉकेट में हाथ डालता हूँ
दस का नोट, पचास का नोट, सौ का नोट
सब मिलाके बहुत नहीं है.
मिठाई आएगी शायद, पटाखे नहीं आयेंगे.
चलो, इस बार की दिवाली भी
अगले वक़्त की तराह ही जायेगी.

– Prakash Khanchandani

Continue Reading »

TIME.com: Top Stories

The TIME 100 Poll: Who Are the World’s Most Influential?.

Cast your votes for the leaders, artists, innovators and icons who you think merit spots on TIME’s 2010 list of the 100 most influential people in the world

હું
બધું જ માંગુ
મારે
બધું જ જોઈએ
પણ
બધું જ મળતું નથી
કેમ?
પૂછું છું હું
કેમ?
નથી મળતું બધું
જવાબ
કોણ મને આપશે?
જવાબ
આવે છે ઘણા
જવાબ
આપે છે ઘણા
ધાર્યું
બધું નથી થતું
ધાર્યું
ઈશ્વરનું જ થાય છે.
ઈશ્વર?
કોણ એ?

જે સર્વશક્તિમાન છે
કેમ
એ જ સર્વશક્તિમાન છે?
બસ
એમ જ છે.
હેં?
એમ જ છે?
હા
એમ જ છે.
ટપકું
મૂકી દીધું છેલ્લે
પણ
મારે શું લેવાદેવા?
મને
બધું જ જોઈએ.
હા
લડીશ હું
કેમ?
મારા માટે
જે
મને જોઈએ તેના માટે
કેમ
કે મને બધું જ જોઈએ
બધું જ…..
પ્રકાશ ખાનચંદાની

2009ના મારા ફેવરીટ સોંગ્સ

ગયા વર્ષથી મેં સાલની પહેલી તારીખે તે વર્ષ દરમ્યાન આવેલા મારા ફેવરીટ હિન્દી 20 સોંગ્સનું લિસ્ટ બનાવવાનું નક્કી કર્યું હતું. તે મુજબ મેં આ વર્ષે પણ મારા ગમતા સોંગ્સનું લિસ્ટ બનાવ્યું છે. વધુ ના લખતા અને મારી પસંદ-નાપસંદ પર વિશેષ ટીપ્પણી ના કરતા, હું તે લિસ્ટ નીચે રજુ કરું છું:

(1) જય હો – સ્લમડોગ મિલિયોનેર

(2) મસકલી  – દિલ્લી -6

(3) ઈમોસનલ અત્યાચાર – દેવ ડી.

(4) પરદેસી – દેવ ડી.

(5) રેહના તુ – દિલ્લી -6

(6) આલ ઇજ વેલ – 3 ઇડિયટ્સ

(7) વેક અપ સિડ – વેક અપ સિડ

(8) તેરા હોને લગા હું – અજબ પ્રેમ કી ગઝબ કહાની

(9) રફા દફા કિયા નહીં જાયે – રેડિયો

(10) ગુમ સુમ સુમ – પા

(11) રાનાજી – ગુલાલ

(12) શેહેર – ગુલાલ

(13) ચોર બઝારી – લવ આજ કલ

(14) વોટ્સ યોર રાશિ? (પલ પલ દિલ જીસકો ઢૂંઢે) – વોટ્સ યોર રાશિ?

(15) ફટક – કમીને

(16) ગુલોં મેં (સરીન વર્ઝન)- સિકંદર

(17) આહું આહું – લવ આજ કલ

(18) રાત કે ઢાઈ બજે – કમીને

(19) બિખરી બિખરી – વોટ્સ યોર રાશિ?

(20) મન કો અતિ ભાવે – લંડન ડ્રીમ્સ

તમે પણ આ રીતે તમારું ફેવરીટ પ્લેલિસ્ટ બનાવવાનો ટ્રાય કરો! જો તમને આ લિસ્ટ રસપ્રદ લાગ્યું હોય તો રિપ્લાય જરૂર કરશો. તો ચાલો, આ ગીતો ગણગણતા છુટા પડીએ!!!!!! 🙂

આજે આપણે મારા મોસ્ટ મોસ્ટ મોસ્ટ ફેવરીટ કાર્ટૂન ‘ડકટેલ્સ’ વિષે વાત કરીશું. ‘ડકટેલ્સ’ તે સમયે ડીડી પર આવતા બેસ્ટ કાર્ટૂન્સમાંનું એક હતું. ડિઝનીનું સૌથી ફેમસ કાર્ટૂન કેરેક્ટર ‘ડોનલ્ડ ડક’ પણ ‘ડકટેલ્સ’નો ભાગ છે.

તો પેશ-એ-ખિદમત હૈ ‘ડકટેલ્સ’કી સ્ટોરી: આ શોના મુખ્ય પાત્રો છે સ્ક્રૂજ મેક્ડક, જે ડોનલ્ડ ડકના અંકલ છે, જે ‘ડકબર્ગ’ નામના શહેરમાં રહે છે. હવે ડોનાલ્ડ તેના ભત્રીજાઓ હ્યુઈ, ડ્યુઈ અને લ્યુઈને અંકલ ચ્ક્રૂજ પાસે છોડીને નેવીમાં જોબ માટે જાય છે. હવે આ અંકલ સ્ક્રૂજ મેક્ડક વર્લ્ડનો સૌથી ધનવાન ડક છે. અને પૈસા નો લોભી પણ. અને જ્યાં પૈસા હોય ત્યાં ખટપટ અને હરીફાઈ તો હોવાની જ. સ્ક્રૂજનો બિઝનેસ હરીફ છે, ફ્લિન્ટહાર્ટ ગ્લોમગોલ્ડ. તેને સ્ક્રૂજથી પણ વધુ ધનવાન બનવું છે. સ્ક્રૂજના બીજા રાઈવલ્સ છે, બીગલ બોય્ઝ/Beagle Boys અને મેજીકા ડી સ્પેલ/Magica De Spell, જે સ્ક્રૂજને લૂંટવાના પ્રયાસો કરતા રહે છે.

બસ, આ કથા સાથે ભળે છે, સ્ક્રૂજ, ડોનાલ્ડ, તેના ભત્રીજાઓ, એક ભેજાગેપ ઈન્વેન્ટર જાયરો ગીયરલૂઝ, સ્ક્રૂજનો પાઈલટ લોન્ચપેડ અને પછી થાય છે ધમાચકડી અને નેવર બીફોર એડવેન્ચર્સનો જાદુ, જે ટીવીના પડદા પર પથરાઈને તમારી આંખો, દિલ અને દિમાગને મંત્રમુગ્ધ કરી દે છે. આમ પણ, ડિઝની કાર્ટૂન્સના મોહપાશમાંથી છૂટવું અશક્ય છે.

ડકટેલ્સનું બીજું જમા પાસું હતું, તેના હિન્દી વર્ઝનનું ટાઈટલ સોંગ, જે કિશોર કુમારના પુત્ર અમિત કુમારે ગાયેલું. તે ગીતના લીરીક્સ નીચે પ્રમાણે છે

ઝિંદગી તૂફાની હૈ…..જહાં હૈ ડકબર્ગ

ગાડીયાં, લેઝર્સ, હવાઈજહાઝ……યે હૈ ડકબર્ગ

રહસ્ય સુલ્ઝાઓ, ઈતિહાસ બનો

ડક ટેલ્સ(woo hoo)

હર દિન હર પલ બનતે હૈ નયે ડકટેલ્સ(woo hoo)

ખેલેં ખતરોં સે હર પલ યે ડકટેલ્સ

ખ…ખ…ખ…ખતરા બચના દીવાનો

જબ અજનબી લગે પીછે તુમ્હારે

ઐસે મેં બસ દેખો ઝટ પટ ડકટેલ્સ(woo hoo)

હર દિન હર પલ બનતે હૈ નયે ડકટેલ્સ(woo hoo)

ખેલે ખતરોં સે હર પલ યે ડકટેલ્સ(woo hoo)

અનહોની કો યે હોની કર દે ડકટેલ્સ(woo hoo)

ચાલો આપણે પણ આ ગીત ગણગણતા આ બ્લોગના આ એપિસોડનો અંત લાવીએ. See You in Next Episode.

ચાલો આગળના બ્લોગની વાત ચાલુ રાખીએ.

ડિઝની કાર્ટૂન્સ: થોડા વધુ નામ….. ડક ટેલ્સ, ગમી બિઅર્સ, ટારઝન, લાયન કિંગ, હર્ક્યુલીસ, જંગલ બૂક વગેરે, વગેરે……….

ઉપર જણાવેલા બધા કાર્ટૂન્સ મારા પર્સનલ ફેવરીટ્સ છે. મેં આ બધા કાર્ટૂન્સ મોસ્ટલી દૂરદર્શન પર જોયેલા છે. સેટેલાઈટ ચેનલ્સના આગમન પછી દૂરદર્શન પર આવેલા અત્યંત ઓછા સારા પ્રોગ્રામ્સમાં આ બધા નો સમાવેશ થાય છે. આ ઉપરાંત તે સમયે સોની ચેનલ ઉપર સવારે અને સાંજે ડિઝનીના કાર્ટૂન્સ બતાવવામાં આવતા. તે પ્રોગ્રામ્સના નામ હતા, ‘ગૂડ મોર્નિંગ ડિઝની’ અને ‘ડિઝની અવર’. વિશાલ મલ્હોત્રા નામનો ટીવી એક્ટર આ શોઝ હોસ્ટ કરતો હતો. આ બે શોઝ ૨૦૦૪ સુધી ચાલ્યા પણ જયારે ઇન્ડિયામાં ડિઝની ચેનલ શરુ થઇ ત્યારે તેમને સમેટી લેવામાં આવ્યા.

આમ, મારો ડિઝની કાર્ટૂન્સ જોડેનો લગાવ ટેલીવિઝનથી શરુ થયો, જે આગળ જતા કોમિક્સ અને મુવીઝમાં પણ ફેરવાયો.

ડિઝની કાર્ટૂન્સ વિષે શું કહેવું? આટલા શાનદાર અને જાનદાર કેરેક્ટર્સ આવ્યા નથી કે કદાચ આવવાના પણ નથી . ડિઝનીના એકોએક કાર્ટૂન્સ રમતિયાળ અને એન્ટરટેઇનિંગ હોય છે. આ ઉપરાંત દરેક કાર્ટૂન્સમાં, એકેય અપવાદ વગર, કંઇક ને કંઇક મેસેજ તો રહેતો જ, જે પરંપરા ડિઝનીએ આજે પણ તેની ફિલ્મો, ટીવી સીરીઅલ્સ, કોમિક્સ બધામાં જાળવી રાખી છે. આમ ડિઝની કાર્ટૂન્સ બાળકો માટે મનોરંજન અને લાઈફમાં જરૂરી એવી શીખામણોનું કમ્પ્લીટ પેકેજ છે. સ્કૂલ-કોલેજીઝની ટેક્સ્ટબુક્સમાં કે પછી દુનિયાભરના ધર્મગ્રંથોમાં પણ ના મળે તેવું જ્ઞાન અને ફિલોસોફી આ ડિઝની કાર્ટૂન્સમાંથી રમતવાતમાં મળી રહે.

તો હવે પછી ની વાત આગળના બ્લોગમાં………આવજો.