આ મારો ઘણા ટાઈમ પછીનો બ્લોગ છે. બ્લોગ લખવાનો સમય કાઢવો ખૂબ જ મુશ્કેલ છે. એકઝામ્સ અને વાઈવાઝ તથા પ્રોજેક્ટ વર્ક વચ્ચેથી સમય કાઢી ને બ્લોગ અપડેટ કરી રહ્યો છું.
જુદા જુદા ગુજરાતી મેગેઝીનોનાં દિવાલી ઇસ્યુઝની રાહ જોઈ રહ્યો છું. આરપાર, અભિયાન, ઉત્સવ, ચંદન વગેરે મેગેઝીન્સ ના દિવાલી અંકો આવવાની તૈયારી માં છે. આ વર્ષે મારા બે ફેવરીટ મેગેઝીન્સ બંધ થઇ ગયા છે: સાયન્ટીફિક અમેરિકન ઇન્ડિયા અને અહા ઝિંદગી ગુજરાતી.
હાલમાં શેરલોક હોમ્સની ફર્સ્ટ નોવેલ ‘અ સ્ટડી ઇન સ્કારલેટ’ વાંચવાની પૂરી કરી છે. અને એ.આર. રેહમાનની બાયોગ્રાફી વાંચી. અન્ય બૂક્સમાં છે હિચહાઈકર્સ ગાઈડ ટુ ધ ગેલેક્સી, અને ૧૯૮૪. આજકાલ ગ્રફિક નોવેલ્સ પણ વાંચી રહ્યો છું. ગ્રાન્ટ મોરિસન લિખિત ‘ઓલ-સ્ટાર સુપરમેન‘ વન ઓફ ધ બેસ્ટ ગ્રફિક નોવેલ છે.
આ ઉપરાંત TV Shows માં ડોક્ટર હુ (Doctor Who ), કમ્યુનીટી, પાર્ક્સ એન્ડ રેક્રિઅશન, અને હાઉ આઈ મેટ યોર મધર મારા ફેવરીટ છે.
મૂવીઝ તો નવી, જૂની બધી જોવાતી જ રહે છે. કેટલીક ઉલ્લેખનીય મૂવીઝ છે: (500) Days of Summer, Cloudy with a Chance of Meatballs, etc. હવે રા.વન, રોકસ્ટાર અને ડોન-૨ ની રાહ જોવાઈ રહી છે.
મ્યુઝીકમાં રોકસ્ટાર ફિલ્મ માટેનું એ.આર. રેહમાનનું મ્યુઝિક જબરજસ્ત છે. કોલ્ડપ્લે, આઉલ સિટી અને ફિનિક્સ બેન્ડ મારા ફેવરીટ બેન્ડઝ છે અને તેમનું મ્યુઝિક અવારનવાર સાંભળતો રહું છું.
બસ આજે આટલું જ શેરીંગ. વધુ નેક્સ્ટ ટાઈમ 🙂
Good one Prakash! Keep writing, and share your reviews of the films you wactch and music you listen to.
Thanxx very much Roshan!! 🙂
બોસ્સ ઉપર જે પણ નોવેલ્સ નો ઊલ્લેખ કર્યો છે એનો રીવ્યૂ આપવો પડશે. અહીંયા આપ કે ફેસબૂક પર .
અને બીજી વાત એ કે ક્યા સેમેસ્ટરમાં છે ? કઈ બ્રાંચમાં ? કઈ કોલેજમાં ?
મૂવીઝ ના સજેશન જોઈતા હોય તો બીન્દાસ પૂછજે અને સીરીયલમાં ” હાઊ આઈ મેટ યોર મધર ” ચોક્કસ સરસ છે, પણ એમાં મધરનો વર્ષોથી કોઈ અતો પતો નથી. ફ્રેન્ડ્સ જોઈ જ હશે એવું માની લઊં છું. ના જોઈ હોય તો બધું મૂકીને એ જોજે. લોસ્ટ તો લગભગ જોઈ જ હશે.
સ્યોર, આ બધાનો રીવ્યુ આપીશ સમય મળ્યે. અફ કોર્સ, ‘ફ્રેન્ડઝ’ તો જોઈ જ છે અને ‘લોસ્ટ’ હાલમાં ફરીથી જોઈ રહ્યો છું. હું એક સજેશન કરીશ કે ‘કોમ્યુનીટી’ અને ‘પાર્ક્સ એન્ડ રેક્રિઅશન’ જરૂરથી જોજે. તને એ બંને શોઝ ખૂબ જ ગમશે, દોસ્ત.
આદરણીય શ્રી
આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.
નવું વર્ષ આપની આશા ઉમંગોને પરિપૂર્ણ કરી અનેરી સિધ્ધિઓ અર્પી સફળતાના શિખરો સર કરાવી
દ્રઢ મનોબળ સુખ સંપતિ અને તંદુરસ્ત આરોગ્ય બક્ષે એવી અપેક્ષા
Thanxx very much and Happy Diwali 🙂