Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

આગળના બ્લોગમાં ડિઝની કાર્ટૂન્સ વિષે વાત કરવાનું પ્રોમિસ આપ્યું હતું. તો તે પહેલા તેના વિષે થોડી પૂર્વભૂમિકા બાંધી લઈએ.

આ સફરમાં હું સ્વાભાવિક રીતે મેં નાનપણથી જોયેલા કાર્ટૂન કેરેક્ટર્સની વાત કરીશ. અફકોર્સ, કેટલીક માહિતી મેં નેટ પરથી લીધેલી છે, તે ખુલાસા ખાતર. આ મારો નમ્ર પ્રયાસ છે, મારા ફેવરીટ કાર્ટૂન્સને અંજલિ આપવાનો. ( આ અંજલિ વર્ડ સાચો તો છે ને? આમાં તો કોઈને શ્રદ્ધાંજલિ આપતા હોઈએ તેવું લાગે છે!!!!!! એક આડ વાત: મારું ગુજરાતી એટલું હાઈ-ફાઈ નથી એટલે વધારે પડતા so called ઈંગ્લીશ શબ્દોના યુઝ કે પછી ગુજરાતી શબ્દોના અશુદ્ધ પ્રયોગોને દરગુજર(!!) કરશો!!!)

તો ચલો છેવટે તમને મારા પ્રિય કાર્ટૂન્સ ના નામ જણાવી જ દઉં…..મિકી માઉસ, ડોનલ્ડ ડક, ગૂફી, સ્ક્રૂજ મેક્ડક વગેરે વગેરે. આ બધા ફક્ત ડિઝની કાર્ટૂન્સ જ છે.

અહીં હું બધા કાર્ટૂન્સ પર અલગથી બ્લોગ લખવાનું વિચારું છું. યાદ તો છે ને કે આ તો માત્ર પૂર્વભૂમિકા છે!!!

આ બધા કાર્ટૂન્સ મેં ટીવી પર નાનપણમાં જોયા હતા. તે સમયે મારા ઘરે કેબલ કનેક્શન તો હતું નહીં, તેથી મારે દૂરદર્શન પર આવતા પ્રોગ્રામ્સથી જ પેટ ભરવું…..oops….મન મનાવવું પડતું. તે સમયે જ્યાં સુધી મને યાદ છે, ફક્ત શનિવારે અથવા તો રવિવારે જ કાર્ટૂન્સ આવતા. મતલબ કે અઠવાડિયાનો ફક્ત એક જ દિવસ. આજે સેટેલાઈટ ચેનલ્સની કૃપાથી રસિયાઓને આખો દિવસ, ચોવીસ કલાક(એટલે કે 24-7!!!) કાર્ટૂન્સ,કાર્ટૂન્સ અને બસ કાર્ટૂન્સ જોવા મળે છે. અઢળક ચેનલ્સ જેવી કે કાર્ટૂન નેટવર્ક, ડિઝની, ડિઝની XD, હંગામા, નિક, પોગો, એનિમેક્સ, સ્પેસ ટૂન્સ કિડ્સ ટીવી વગેરે ફક્ત કાર્ટૂન્સ પર જ કેન્દ્રિત ચેનલ્સ છે(જો કે ડિઝની અને ડિઝની XD પર કાર્ટૂન્સ કરતા ટીનેજર્સ પર આધારિત કોમેડી શોઝનું પ્રમાણ વધી ગયું છે, પણ તેની કમી ડિઝનીની જ ચેનલ હંગામાએ પૂરી કરી દીધી છે!!! સો, ફિકર નોટ!!!)

આગળની વાત હવે પછીના બ્લોગમાં…..કારણકે મારી પાસે ટાઈમની થોડી કમી છે……..આવજો.

Advertisements

નવી શરૂઆત

આ મારો પહેલો ગુજરાતી બ્લોગ છે. મેં ગૂગલનું ટ્રાંસલિટરેશન ટૂલ મારા મોઝીલા ફાયરફોકસ બ્રાઉઝરમાં બુકમાર્ક કરેલ છે, જેની મદદથી હું વર્ડપ્રેસમાં ગુજરાતીમાં બ્લોગ લખી શકું છું.

મારો Blogger.comમાં પણ બ્લોગ છે, જેમાં હું english લેન્ગવેજમાં લખું છું. આ બ્લોગનો યુઝ હું મારા વિચારો ગુજરાતી ભાષામાં express કરવા માટે કરીશ, જેમાં મારી  english કરતા વધારે ફાવટ છે.

હવે પછીના બ્લોગમાં ડિઝની કાર્ટૂન્સ વિષે વાત કરવાનું ધારું છું. જલ્દી મળીશું. આવજો.

Hello world!

Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!